SBI Clerk Bharti 2025: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ દેશભરની શાખાઓમાં જુનિયર એસોસિયેટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. SBI દ્વારા સત્તાવાર રીતે 5 ઓગસ્ટ 2025 ના રોજ કુલ 6589 જગ્યાઓ માટે SBI ક્લાર્ક નોટિફિકેશન 2025 બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે એક મોટી તક છે.
આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 6 ઓગસ્ટ 2025 થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2025 છે. લાયક ઉમેદવારોની પસંદગી પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને સ્થાનિક ભાષા પ્રાવીણ્ય કસોટી (LLPT) દ્વારા કરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના કાળજીપૂર્વક વાંચવી જરૂરી છે.
SBI Clerk Bharti 2025 Details
વિગત | માહિતી |
પોસ્ટનું નામ | જુનિયર એસોસિયેટ (ક્લાર્ક) |
કુલ ખાલી જગ્યાઓ | 6589 |
પગાર | ₹ 46,000 (અંદાજિત) |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 26 ઓગસ્ટ 2025 |
SBI Clerk Bharti 2025 Qualification (શૈક્ષણિક લાયકાત)
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ગ્રેજ્યુએશન (UG) ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. જે ઉમેદવારો તેમના ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષ/સેમેસ્ટરમાં છે તેઓ પણ અરજી કરી શકે છે, પરંતુ તેઓએ નિયત તારીખ સુધીમાં પરીક્ષા પાસ કર્યાનો પુરાવો રજૂ કરવાનો રહેશે.
SBI Clerk Age Limit 2025 (ઉંમર મર્યાદા)
ઉમેદવારની ઉંમર 01/04/2025 ના રોજ 20 વર્ષથી ઓછી અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ. એટલે કે, ઉમેદવારનો જન્મ 02.04.1997 પહેલાં અને 01.04.2005 પછી થયેલો ન હોવો જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.
- SC/ST: 5 વર્ષ
- OBC: 3 વર્ષ
- PWD (General): 10 વર્ષ
- PWD (OBC): 13 વર્ષ
- PWD (SC/ST): 15 વર્ષ
SBI Clerk Vacancy 2025 Gujarat (જગ્યાઓ)
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જુનિયર એસોસિયેટ્સ (ક્લાર્ક) ની કુલ 6589 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આમાં 5180 રેગ્યુલર અને 1409 બેકલોગ ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે.
- ગુજરાત રાજ્ય માટે કુલ 220 જગ્યાઓ ફાળવવામાં આવી છે.
SBI Clerk 2025 Application Fee (ફોર્મ ભરવા માટે ફી)
અરજી કરવા માટે ઉમેદવારોએ ઓનલાઈન ફી ચૂકવવાની રહેશે.
- જનરલ/OBC/EWS કેટેગરી: ₹ 750/-
- SC/ST/PWD કેટેગરી: કોઈ ફી નથી
SBI Clerk Exam Date 2025 (અગત્યની તારીખો)
SBI ક્લાર્ક ભરતી 2025 સંબંધિત મહત્વપૂર્ણ તારીખો નીચે મુજબ છે:
- નોટિફિકેશન તારીખ: 5 ઓગસ્ટ 2025
- ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ: 6 ઓગસ્ટ 2025
- ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:26 ઓગસ્ટ 2025
- પ્રિલિમ્સ પરીક્ષાની સંભવિત તારીખ: 20, 21, 27 અને 28 સપ્ટેમ્બર 2025
- મેઇન્સ પરીક્ષાની સંભવિત તારીખ: 15 અને 16 નવેમ્બર 2025
SBI Clerk Salary 2025 (પગાર ધોરણ)
પસંદગી પામેલા ઉમેદવારોને આકર્ષક પગાર ધોરણ મળશે. પ્રારંભિક મૂળભૂત પગાર (Starting Basic Pay) ₹ 26,730/- (ગ્રેજ્યુએટ માટે બે એડવાન્સ ઇન્ક્રીમેન્ટ સાથે) છે. અન્ય ભથ્થાં સાથે મળીને કુલ માસિક પગાર અંદાજે ₹ 46,000/- થશે.
SBI Clerk Selection Process 2025 (પસંદગી પ્રક્રિયા)
ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:
- પ્રિલિમિનરી પરીક્ષા (Preliminary Exam): આ ઓનલાઈન પરીક્ષામાં ત્રણ વિભાગો હશે: અંગ્રેજી ભાષા, ન્યુમેરિકલ એબિલિટી અને રિઝનિંગ એબિલિટી.
- મુખ્ય પરીક્ષા (Mains Exam): પ્રિલિમ્સમાં પાસ થયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક ગણાશે.
- ભાષા પ્રાવીણ્ય કસોટી (Language Proficiency Test – LLPT): જે ઉમેદવારો સ્થાનિક ભાષામાં 10મા કે 12મા ધોરણની માર્કશીટ ધરાવતા નથી, તેમના માટે આ કસોટી લેવામાં આવશે.
SBI Clerk Apply Online 2025 (ફોર્મ કઈ રીતે ભરવું?)
ઉમેદવારોએ SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in/web/careers પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો:
- સૌ પ્રથમ SBI ની Careers વેબસાઇટની મુલાકાત લો.
- ‘Recruitment of Junior Associates’ ની લિંક પર ક્લિક કરો.
- ‘Apply Online’ પર ક્લિક કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
- જરૂરી વિગતો ભરીને શૈક્ષણિક લાયકાત, ફોટોગ્રાફ અને સહી જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- તમારી કેટેગરી મુજબ ઓનલાઈન અરજી ફી ભરો.
- બધી વિગતો ચકાસીને ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લઈ લો.
અગત્યની વાત: ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખની રાહ જોયા વગર સમયસર પોતાનું ફોર્મ ભરી દે.
અગત્યની લિંક
સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ: | WhatsApp । Telegram |
ભરતી નું ઑફિશિયલ નોટિફિકેશન: | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવા માટે ની લિંક: | અહીં ક્લિક કરો |
Ews age limit? Or relaxation?