ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ તાંત્રિક સંવર્ગોની ભરતી માટે લેવાયેલી પરીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મંડળે તા. ૦૮ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ આયોજિત CBRT (કોમ્પ્યુટર બેઝ્ડ રિક્રુટમેન્ટ ટેસ્ટ) પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી અને ઉમેદવારોની રિસ્પોન્સ શીટ સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરી છે.
આ જાહેરાત બાદ, ઉમેદવારો પોતાના જવાબો ચકાસી શકશે અને જો કોઈ જવાબ સામે વાંધો હોય તો તે અંગે ઓનલાઈન રજૂઆત કરી શકશે.
કઈ-કઈ પરીક્ષાઓની આન્સર કી જાહેર કરાઈ?
મંડળ દ્વારા નીચે મુજબની જાહેરાતો હેઠળ લેવાયેલી પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવી છે:
- જાહેરાત ક્રમાંક ૨૬૨/૨૦૨૪૨૫: સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ, વર્ગ-૩.
- જાહેરાત ક્રમાંક ૨૧૮/૨૦૨૪૨૫: અધિક મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-૩.
- જાહેરાત ક્રમાંક ૨૭૫/૨૦૨૪૨૫: મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, વર્ગ-૩.
- જાહેરાત ક્રમાંક ૨૯૮/૨૦૨૫૨૬: બાગાયત નિરીક્ષક, વર્ગ-૩.
- જાહેરાત ક્રમાંક ૩૦૦/૨૦૨૫૨૬: સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, વર્ગ-૩.
વાંધા-સૂચન રજૂ કરવાની પ્રક્રિયા અને અંતિમ તારીખ
ઉપરોક્ત તમામ સંવર્ગોના ઉમેદવારો કે જેઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, તેઓ તા. ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ ના બપોરે ૧૪:૦૦ કલાકથી લઈને તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૫ ના રાત્રે ૨૩:૫૫ કલાક સુધી ઓનલાઈન વાંધા-સૂચનો રજૂ કરી શકશે. મંડળે સ્પષ્ટપણે જણાવ્યું છે કે વાંધા સૂચનો માત્ર ઓનલાઈન માધ્યમથી જ સ્વીકારવામાં આવશે; અન્ય કોઈ રીતે મોકલવામાં આવેલી રજૂઆતો ધ્યાને લેવામાં આવશે નહીં.
પ્રોવિઝનલ આન્સર કી કઈ રીતે ડાઉનલોડ કરવી?
- સૌ પ્રથમ, મંડળ દ્વારા આપવામાં આવેલી લિંક `https://cdn3.digialm.com//EForms/configuredHtml/32791/95018/login.html` પર જાઓ.
- તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખીને લોગ-ઇન કરો.
- લોગ-ઇન થયા બાદ ‘Candidate Response’ ટેબ પર ક્લિક કરો.
- ત્યારબાદ ‘Click here to generate it’ પર ક્લિક કરવાથી તમારી રિસ્પોન્સ શીટ અને આન્સર કી દેખાશે.
- આ ફાઈલને પ્રિન્ટ (Print) કરી અથવા ‘Save as PDF’ વિકલ્પ દ્વારા તમારા ડિવાઇસમાં સેવ કરી શકાશે.
ઓનલાઈન વાંધા અરજી કેવી રીતે કરવી?
- પ્રોફાઈલમાં લોગ-ઇન કર્યા બાદ, વાંધો રજૂ કરવા માટે ‘Objection Form’ ટેબ પર જઈ ‘+’ ના ચિહ્ન પર ક્લિક કરવું.
- ફોર્મમાં જે પ્રશ્નના જવાબ સામે વાંધો હોય તે પ્રશ્નનો ‘Question ID’ સિલેક્ટ કરવો.
- વાંધા માટેનું કારણ ‘Remarks’ કોલમમાં સ્પષ્ટપણે લખવું.
- વાંધાના સમર્થનમાં જરૂરી આધાર-પુરાવા અપલોડ કરવા ફરજિયાત છે. પુરાવા તરીકેની ફાઈલ PDF/JPG/JPEG ફોર્મેટમાં અને મહત્તમ 400 KBની સાઈઝમાં અપલોડ કરવાની રહેશે.
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે વાંધા-સૂચન કરતા પહેલા વેબસાઈટ પર આપેલી તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચી લેવી. યોગ્ય આધાર-પુરાવા વગરની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવશે નહીં.







VT88slot is my go-to for spinning those reels. Loads of different slots, and the payouts are pretty decent. Give it a whirl and see what you think. Spin those wheels: vt88slot
Looking for a smooth and easy experience? vt88io delivers. Everything’s laid out nice and simple, so you can get straight to the action. Highly recommend! Dive in: vt88io
Tigo88vip is where it’s at if you like being treated like royalty. Exclusive perks and bonuses galore! Living the high life right here. Upgrade now: tigo88vip