RRC NCR Apprentice Bharti 2025: રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC), નોર્થ સેન્ટ્રલ રેલવે (NCR) દ્વારા એક્ટ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ઓફિસિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી હેઠળ એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ વર્ષ 2025-26 માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં એપ્રેન્ટિસની કુલ 1763 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 18 સપ્ટેમ્બર 2025 થી શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2025 છે. લાયક ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા ફોર્મ ભરી દેવું જરૂરી છે. ભરતી વિશેની અન્ય માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પસંદગી પ્રક્રિયા વગેરેની માહિતી નીચે આપેલ છે. અરજી કરતા પહેલા ઉમેદવારોને ઓફિસિયલ નોટિફિકેશન વાંચવાની સલાહ આપવામાં આવે છે.
RRC NCR Apprentice Bharti 2025 Details
| વિગત | માહિતી |
| સંસ્થા | રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC), નોર્થ સેન્ટ્રલ રેલવે (NCR) |
| પોસ્ટનું નામ | એક્ટ એપ્રેન્ટિસ |
| કુલ જગ્યા | 1763 |
| તાલીમનો સમયગાળો | 1 વર્ષ |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ઓક્ટોબર 2025 |
RRC NCR Apprentice Bharti 2025 Qualification (શૈક્ષણિક લાયકાત)
આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અને સંબંધિત ટ્રેડમાં ITI પાસ કરેલું હોવું જરૂરી છે.
RRC NCR Apprentice Age Limit 2025 (ઉંમર મર્યાદા)
ઉમેદવારની ઉંમર 16 સપ્ટેમ્બર 2025 ના રોજ 15 વર્ષથી ઓછી અને 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.
- SC/ST: 5 વર્ષ
- OBC: 3 વર્ષ
- વિકલાંગ (PWD): 10 વર્ષ
RRC NCR Apprentice Vacancy 2025 (જગ્યાઓ)
રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC), નોર્થ સેન્ટ્રલ રેલવે (NCR) દ્વારા એપ્રેન્ટિસની કુલ 1763 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી જુદા જુદા વિભાગો માટે બહાર પાડવામાં આવી છે.
- પ્રયાગરાજ ડિવિઝન: 703 જગ્યાઓ
- ઝાંસી ડિવિઝન: 497 જગ્યાઓ
- ઝાંસી વર્કશોપ: 235 જગ્યાઓ
- આગ્રા ડિવિઝન: 296 જગ્યાઓ
- HQ/NCR/PRYJ: 32 જગ્યાઓ
RRC NCR Apprentice 2025 Application Fee (ફોર્મ ભરવા માટે ફી)
અરજી કરવા માટે ઉમેદવારોએ ઓનલાઈન ફી ચૂકવવાની રહેશે.
- જનરલ/OBC/EWS કેટેગરી: ₹ 100/-
- SC/ST/વિકલાંગ/મહિલા કેટેગરી: કોઈ ફી નથી
RRC NCR Apprentice Exam Date 2025 (અગત્યની તારીખો)
RRC NCR એપ્રેન્ટિસ ભરતી 2025 સંબંધિત મહત્વપૂર્ણ તારીખો નીચે મુજબ છે:
- ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ: 18 સપ્ટેમ્બર 2025
- ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 17 ઓક્ટોબર 2025
- મેરિટ લિસ્ટ તારીખ: ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
RRC NCR Apprentice Salary 2025 (પગાર ધોરણ)
પસંદગી પામેલા ઉમેદવારોને ભારત સરકારના એપ્રેન્ટિસશીપ નિયમો, 1961 મુજબ માસિક સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.
RRC NCR Apprentice Selection Process 2025 (પસંદગી પ્રક્રિયા)
ઉમેદવારોની પસંદગી નીચે મુજબના તબક્કાઓ દ્વારા કરવામાં આવશે:
- શોર્ટલિસ્ટિંગ (Shortlisting): ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે, જેમાં 10મા અને ITIના માર્ક્સને ધ્યાનમાં લેવામાં આવશે.
- દસ્તાવેજ ચકાસણી (Document Verification): શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
- મેડિકલ ટેસ્ટ: અંતિમ પસંદગી પહેલા મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે.
RRC NCR Apprentice Apply Online 2025 (ફોર્મ કઈ રીતે ભરવું?)
ઉમેદવારોએ RRC NCR ની સત્તાવાર વેબસાઇટ rrcpryj.org પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો:
- સૌ પ્રથમ RRC NCR ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
- ‘Recruitment of Act Apprentices’ ની લિંક પર ક્લિક કરો.
- ‘Apply Online’ પર ક્લિક કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
- જરૂરી વિગતો ભરીને શૈક્ષણિક લાયકાત, ફોટોગ્રાફ અને સહી જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- તમારી કેટેગરી મુજબ ઓનલાઈન અરજી ફી ભરો.
- બધી વિગતો ચકાસીને ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટઆઉટ લઈ લો.
અગત્યની વાત: ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખની રાહ જોયા વગર સમયસર પોતાનું ફોર્મ ભરી દે.
અગત્યની લિંક
| સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ: | WhatsApp । Telegram |
| ભરતી નું ઑફિશિયલ નોટિફિકેશન: | અહીં ક્લિક કરો |
| ફોર્મ ભરવા માટે ની લિંક: | અહીં ક્લિક કરો |







A really good blog and me back again.
Thinking about trying out 77betvip. Heard some pretty good stuff, but always good to get more opinions. Has anyone had any good experiences with it? Thinking about going through 77betvip
Is abcbetlogin any good? I’m looking for a new platform to try my luck on. Any reviews or advice before I sign up? See here: abcbetlogin.
Alright, so 29betcasino, yay or nay? I’m looking for a good casino with decent odds. Any thoughts? Maybe give 29betcasino a look?