HNGU Bharti 2025: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ દ્વારા શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની મોટી ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ પ્રોફેસર, લાઈબ્રેરીયન, પી.ટી.આઈ. અને ટ્યુટર સહિત કુલ 5900 થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોમાં કારકિર્દી બનાવવાની આ એક સુવર્ણ તક છે.
આ ભરતી માટે વોક-ઈન-ઓપન ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે. લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ ૨૫/૦૮/૨૦૨૫ (સોમવાર), ૨૬/૦૮/૨૦૨૫ (મંગળવાર) અને ૨૮/૦૮/૨૦૨૫ (ગુરુવાર) ના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, પાટણ ખાતે સવારે ૦૯-૦૦ કલાકે રાખવામાં આવેલ છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના કાળજીપૂર્વક વાંચવી જરૂરી છે.
HNGU Bharti 2025 Details
પોસ્ટ નામ | વિવિધ શૈક્ષણિક પદો |
કુલ જગ્યાઓ | 5900+ |
વોક-ઈન-ઓપન ઇન્ટરવ્યુ તારીખ | 25/26/27 ઓગસ્ટ, 2025 |
HNGU Bharti Post Name જગ્યાઓ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા વિવિધ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પદો પર ભરતી કરવામાં આવી રહી છે. નીચે મુખ્ય પદો અને તેમની અંદાજિત કુલ જગ્યાઓની વિગતો આપેલી છે:
- પ્રિન્સિપાલ: 540 જગ્યાઓ
- આસિસ્ટન્ટ પ્રોફેસર: 4435 જગ્યાઓ
- લાઈબ્રેરીયન: 1581 જગ્યાઓ
- પી.ટી.આઈ.: 122 જગ્યાઓ
- ટ્યુટર: 1018 જગ્યાઓ
- અન્ય સંબંધિત પદો: ઉપરોક્ત પદો સિવાય પણ કેટલીક અન્ય જગ્યાઓ સમાવિષ્ટ છે, જેનો કુલ સરવાળો 5900 થી વધુ થાય છે.
આ ભરતી સ્વ-નાણાં સંસ્થાઓ, સામાન્ય કોલેજો અને ડિપ્લોમા કોલેજોમાં થશે.
HNGU Bharti Educational Qualification શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટેની લાયકાત નીચે મુજબ આપેલ છે:
- આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ સંબંધિત પદ માટે UGC/A.I.C.T.E./I.N.C./N.C.H./N.C.P./B.C.I./Physiotherapy Council અને અન્ય અખિલ ભારતીય મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- શૈક્ષણિક લાયકાત વિશેની વિગતવાર માહિતી માટે ઉમેદવારોએ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ www.ngu.ac.in પર મુલાકાત લેવી.
HNGU Bharti Important Dates અગત્યની તારીખો
આ ભરતી માટેની અગત્યની તારીખો નીચે મુજબ છે:
- જાહેરાત ક્રમાંક : 15/2025
- વોક-ઇન-ઓપન ઇન્ટરવ્યુની તારીખ: ૨૫/૦૮/૨૦૨૫ (સોમવાર), ૨૬/૦૮/૨૦૨૫ (મંગળવાર) અને ૨૮/૦૮/૨૦૨૫ (ગુરુવાર)
HNGU ભરતીમાં ફોર્મ કઈ રીતે ભરવું?
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા જાહેર કરાયેલી આ ભરતી માટે ફોર્મ ભરવા માટે, ઉમેદવારોએ સૌ પ્રથમ યુનિવર્સિટીની અધિકૃત વેબસાઇટ www.ngu.ac.in પર જવું પડશે. ત્યાં ભરતી સંબંધિત સંપૂર્ણ સૂચનાઓ અને અરજી ફોર્મ ઉપલબ્ધ હશે. ઉમેદવારોએ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી, જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરીને વોક-ઇન-ઓપન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે.
નોંધ: ઉમેદવારોને ઉપરની તારીખના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ, પાટણ ખાતે સવારે ૦૯-૦૦ કલાકે રાખવામાં આવેલ હોઇ, લાયકાત ધરાવનાર ઈચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યુ સમયે જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા પોતાનો સંપૂર્ણ બાયોડેટા સહિતની કુલ ત્રણ નકલો, અસલ પ્રમાણપત્રો તથા જરૂરીયાત હોય તો એન.ઓ.સી. સાથે સ્વખર્ચે યુનિવર્સિટીની વેબસાઇટ પર દર્શાવ્યા મુજબના સ્થળે અને સમયે હાજર રહેવું
અગત્યની લિંક
સરકારી ભરતીની માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ: | WhatsApp । Telegram |
ભરતી નું ઑફિશિયલ નોટિફિકેશન: | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ માટે ની લિંક: | અહીં ક્લિક કરો |
Job govt college
I need a job
Library